ⓘ Free online encyclopedia. Did you know? page 146

કચ્છ સ્ટેટ રેલ્વે

આ રેલ્વે માટે કચ્છ રાજ્યના મહારાઓ ખેંગારજી બાવાએ નાણાં પૂરા પાડ્યા હતા. તુણાથી અંજાર સુધીની પ્રથમ રેલલાઇન બાંધવાની શરુઆત ૧૯૦૦-૦૧ માં થઈ, જે ૧૯૦૫ માં કાર્યરત થઈ હતી. અંજારથી તત્કાલીન રાજ્યની રાજધાની ભુજ સુધીની લાઇનો માટેની કામગીરી ૧૯૦૧-૦૨માં શરૂ થ ...

કચ્છી શાલ

કચ્છી શાલ એ ગુજરાતના કચ્છ વિસ્તારમાં વણવામાં આવતી પરંપરાગત શાલ છે. આ શાલ મોટાભાગે કચ્છી ભાતમાં કચ્છના ભુજોડી ગામમાં બનાવવામાં આવે છે. કચ્છી શાલ વણકરો મોટાભાગે મારવાડી અને મહેશ્વરી સમુદાયના હોય છે. કચ્છી શાલને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ નોંધણી ...

કટારી ધોધ, કુન્નુર

કટારી ધોધ એ એક જોવાલાયક સ્થળ છે, જે ભારતના તામિલનાડુ રાજ્યના નિલગિરી જિલ્લાના કુન્નુરથી આશરે ૧૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ ધોધ ૫૫ મીટર જેટલી ઊંચાઈ પરથી પડે છે. આ નિલગિરીના જંગલોનો ત્રીજો સૌથી મોટો ધોધ છે. પગપાળા આરોહણ કરી આ ધોધ સુધી પહોંચી શક ...

કટોસણ રજવાડું

કટોસણ રજવાડુંએ ચોથા વર્ગ રજવાડું અને તાલુકો હતું. તેમાં અન્ય પાંચ ગામોનો સમાવેશ થાતો હતો. આ રજવાડું મહી કાંઠા એજન્સી હેઠળ ૧૦ ચોરસ માઇલ જેટલા ક્ષેત્રમાં ફેલાયેલું હતું. મકવાણા કોળી સરદારો અહીં શાસન કરતા હતા, જેમને ઠાકોર તરીકે સંબોધવામાં આવતા હતા. ...

કટ્ટરવાદ

કટ્ટરવાદમાં સામાન્ય રીતે ધાર્મિક મતલબ હોય છે જે અવિશ્વસનીય માન્યતાઓના સમૂહ સાથે અવિરત જોડાણ સૂચવે છે. જો કે કટ્ટરવાદ કેટલાક જૂથો વચ્ચેના વલણને લાગુ કરવામાં આવ્યો છે - જે મુખ્યત્વે ધર્મમાં હોય છે, પણ માત્ર ત્યાં જ નથી હોતો. આ એવું વલણ છે જેમાં સ્પ ...

કડાણા બંધ

કડાણા બંધ ગુજરાતના મહીસાગર જિલ્લામાં મહી નદી પર આવેલો બંધ છે. આ બંધ ૧૯૭૯ થી ૧૯૮૯ની વચ્ચે બંધાયો હતો. બંધ પર જળ વિદ્યુત ઉત્પાદન કેન્દ્ર આવેલું છે. જેના પ્રથમ બે જનરેટર ૧૯૯૦માં અને બીજાં બે જનરેટર ૧૯૯૮માં સ્થાપિત કરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાના બ ...

કનકલતા બરુઆ

કનકલતા બરુઆ, જેમને બિરબાલા અને શહીદ પણ કહેવામાં આવે છે, તે એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને એઆઈએસએફ નેતા હતા. તેમને ૧૯૪૨ ના ભારત છોડો આંદોલન વખતે તિરંગો લઈને સરઘસ કાઢવા બદલ ઠાર મારવામાં આવ્યાં હતાં.

કનરો ડુંગર

કનરો ડુંગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ગીર જંગલ વિસ્તાર નજીક આવેલો એક ડુંગર છે. કનરો ડુંગર પદ આરોહણ ટ્રેકિંગ માટેનું એક આદર્શ સ્થળ છે, પરંતુ આ કોઈ સત્તાવાર વન કે પ્રવાસન વિસ્ ...

કનિષ્ક

કનિષ્ક એ મધ્ય એશિયામાં સ્થિત કુષાણ સામ્રાજ્યનો રાજા હતો. સામાન્ય સંવસ્તરની બીજી શતાબ્દીમાં બેક્ટ્રિયાથી માંડીને ઉત્તર ભારત સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તારતો શાસક, જે પોતાના સૈન્ય, રાજનીતિક અને આધ્યાધ્યામિક સિદ્ધીઓ માટે જાણીતો હતો. તેની મુખ્ય રાજધા ...

કનોજ (તા. લખપત)

કનોજ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં ...

કપૂર પરિવાર

કપૂર પરિવાર એક જાણીતા ભારતીય શો-બિઝનેસ પરિવાર છે હિન્દી સિનેમામાં લાંબો ઇતિહાસ ધરાવે છે, પરિવારના ઘણા સભ્યોએ અભિનેતાઓ, ફિલ્મ નિર્દેશકો અને નિર્માતાઓ તરીકે કારકિર્દી ધરાવે છે.

કફોત્પાદક ગ્રંથિ

કફોત્પાદક ગ્રંથિ અથવા હાયપોફિસિસ, એ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, જેનું કદ આશરે વટાણા જેટલું હોય છે. તેનું વજન ૦.૫ ગ્રામ જેટલું હોય છે. તે મગજના પાયામાં અધશ્ચેતક ના તળીયાનો બહાર નીકળેલો ભાગ છે અને નાનાં હાડકાનાં પોલાણમાં રહે છે. તે દ્રઢ આવરણ ભાગથી ઢ ...

કબીરપંથ

કબીરપંથ કે સતગુરૂ કબીરપંથ એ ભારત ના ભક્તિકાળિન કવિ સંત કબીર ની શિક્ષાઓ પર ચાલેલો પંથ છે. કબીર ના શિષ્ય ધર્મદાસે તેમના નિધન લગભગ સો સાલ બાદ આ પંથ ની શરૂઆત કરી હતી. આરંભ માં ફિલસૂફીક અને ચારિત્ર્ય શિક્ષા પર આધારિત આ પંથ કાળાંતર માં એક ધાર્મિક સંપ્ર ...

કમલા નહેરુ ઉદ્યાન, મુંબઈ

કમલા નહેરુ ઉદ્યાન એક બગીચો છે, જે ભારતમાં 4.000 square feet વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉદ્યાન મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં ઉપરના ભાગે આવેલ છે. તેનું નામ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પત્ની કમલા નહેરુના નામ પરથી આપવામાં આવ્યું છે. આ જગ્યાન ...

કરણી માતા, ઉદયપુર

શ્રી મંશાપૂરણ કરણી માતા મંદિર એક હિંદુ દેવી મંદિર છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ રાજસ્થાન રાજ્યમાં ઉદયપુર શહેર ખાતે આવેલ છે. આ મંદિર ઉદયપુર જિલ્લાના મચલા મગરા નામની ટેકરી પર સ્થિત છે તેમજ ઉદયપુર દૂધ તલાઈ તળાવ આ મંદિરની નજીકમાં જ આવેલ છે. આ ...

કર્ણ તળાવ

સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કરનાલ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧ પર સ્થિત આ તળાવ ચંદીગઢ અને દિલ્હી બંને શહેરથી લગભગ ૧૨૫ કિમી દૂર છે. સૌથી નજીકનું હવાઈમથક ચંદીગઢ અને દિલ્હી છે.

કર્ણમુક્તેશ્વર મહાદેવ, અમદાવાદ

કર્ણમુક્તેશ્વર મહાદેવ એ એક પ્રાચીન મંદિર છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલ મુખ્ય શહેર અમદાવાદના સારંગપુર દરવાજા નજીક આવેલ છે. આ પ્રાચીન મંદિર ૧૧મી સદીમાં રાજા કર્ણદેવ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું તેમ જ તેના નિ ...

કર્મનાશા નદી

કર્મનાશા નદી ગંગા નદીની એક સહાયક નદી છે. તે ભારત દેશના બિહાર રાજ્યના કૈમુર જિલ્લાની કૈમુરની ટેકરીઓ માંથી ઉદ્દભવે છે અને ભારતીય રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી વહે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યના સોનભદ્રા, ચંદૌલી, વારાણસી અને ગાજીપુર જિલ્લાઓ ...

કલમ ૧૪૪

કલમ ૧૪૪ એ ભારતીય દંડ સંહિતાની ઇ.સ. ૧૯૭૩માં લાગુ પડાયેલી કલમ છે, જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ઉપદ્રવ અથવા સંભવિત ખતરાના મામલાઓમાં તાત્કાલિક અસરથી તાકીદના પગલાં ભરવાની સત્તા આપે છે. કલમ ૧૪૪નો વ્યાપ વિશાળ છે, છતાં તે મોટાભાગે ત્રણ કે તેથી વધુ વ્યક્ ...

કલર્સ ગુજરાતી

કલર્સ ગુજરાતી જે પહેલા ઇ ટીવી ગુજરાતી તરીકે ઓળખાતી હતી, ભારતીય ટેલિવિઝન ચેનલ છે, જે ગુજરાતી ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરે છે. તેનું મુખ્ય મથક અમદાવાદ ખાતે આવેલું છે. તેની શરુઆત અને પ્રસારણ હૈદરાબાદના રામોજી રાવ દ્વારા કરાયું હતું અને હાલમાં તેન ...

કલાપી તીર્થ

કલાપી તીર્થ અથવા કલાપી તીર્થ સંગ્રહાલય ગુજરાતી ભાષાના સાહિત્યકાર કવિ કલાપીની યાદમાં બનાવવામાં આવેલું કલાપીના જીવન સાથે સંબંધ ધરાવતી ચીજોનું સંગ્રહાલય છે. તે ગુજરાતના અમરેલી જિલ્લામાં કલાપીના જન્મસ્થાન લાઠી ખાતે આવેલું છે. કલાપીએ સ્વહસ્તે લખેલા કા ...

કળ

કળ અથવા સ્વીચ એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વપરાતો વિદ્યુત ઘટક છે જે વિદ્યુત પરિપથને "જોડી" અથવા "તોડી" શકે છે. તે વિદ્યુત પ્રવાહ ને ડાયવર્ટ અથવા તો ઇન્ટરપ્ટ પણ કરી શકે છે. જ્યારે સ્વીચ ઓપરેટ થાય છે ત્યારે તે વિદ્યુત પરિપથના વાહક ઘટકને દૂર કરે છે ...

કવિશ્વર દલપતરામ એવોર્ડ

કવિશ્વર દલપતરામ એવોર્ડ એ વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ, વઢવાણ દ્વારા આપવામાં આવતું સાહિત્યિક સન્માન છે. ગુજરાતી કવિતામાં નોંધપાત્ર યોગદાન બદલ ૨૦૧૦થી દર વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે. વર્ધમાન વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત આ એવોર્ડનું નામ ગુજરાતી ભાષાન ...

કસિનો

કસિનો એક સુવિધા છે જે જુગારની ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિઓને સ્થાન આપે છે અને સમાવે છે. કસિનો મોટે ભાગે હોટલ, રેસ્ટોરન્ટો, રિટેલ શોપિંગ, ક્રૂઝ શિપ અને અન્ય પ્રવાસન આકર્ષણ કેન્દ્રોની નજીક બંધાયેલા હોય છે અથવા તેની સાથે જોડાયેલા હોય છે. કેટલાક કસિનો ...

કાંસું

કાંસ્ય કે કાંસું એ એક મિશ્રધાતુ છે જેમાં મુખ્યત્વે તાંબાનો સમાવેશ થાય છે, જેમાં સામાન્ય રીતે લગભગ ૧૨-૧૨.૫% ટીન હોય છે અને ઘણીવાર અન્ય ધાતુઓ અને કેટલીકવાર અધાતુઓ અથવા મેટલલોઇડ્સ જેવા કે આર્સેનિક, ફોસ્ફરસ અથવા સિલિકોનનો સમાવેશ થાય છે. આ ઉમેરાઓ મિશ્ ...

કાકરાપાર અણુશક્તિ મથક

કાકરાપાર અણુશક્તિ મથક ભારતમાં આવેલું અણુશક્તિ મથક છે, જે ગુજરાતમાં વ્યારા શહેરની નજીક ઉંચામાળા ગામ ખાતે આવેલું છે. તે ૨૨૦ મેગાવોટના બે ભારે પાણી નિયામક ધરાવતા રિએક્ટર ધરાવે છે. KAPS-1 ૩ સપ્ટેમ્બર ૧૯૯૨ના રોજ સક્રિય બન્યું અને વ્યાપારી ધોરણ વીજઉત્પ ...

કાઠિયાવાડ

કાઠિયાવાડ એ પશ્ચિમ ભારતમાં આવેલો એક દ્વિપકલ્પ છે જે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રનો એક ભાગ છે. તેની પશ્ચિમે કચ્છનો અખાત, દક્ષિણે અરબી સમુદ્ર અને પૂર્વે તથા અગ્નિ દિશાએ ખંભાતનો અખાત આવેલા છે. આ દ્વિપકલ્પને પશ્ચિમ છેડે જીગત પોઈન્ટ અને દક્ષિણ છેડે દીવ ...

કાણેક (તા. માળીયા હાટીના)

કાણેક ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા માળીયા હાટીના તાલુકામાં આવેલું એક ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્ ...

કાતર

કાતર એ કપડાં કે કાગળ કાપવા માટે વાપરવામાં આવતું એક સાદું યાંત્રિક ઉપકરણ છે. કાતર ઉચ્ચાલનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બે પાંખીયાં વચ્ચે રીવેટ જડીને બનાવવામાં આવતી કાતરના ટૂંકા છેડા તરફ આંગળી અને અંગુઠો ભેરવીને પકડી શકાય તેવા ખાનાં હોય છે અને રીવેટ ...

કાતરા (ઈયળ)

કાતરા નામે ઓળખાતી ઈયળ લેપિડોપ્ટેરા વર્ગના સભ્યોનું ડિમ્ભકીય સ્વરૂપ છે. લેપિડોપ્ટેરા ગોત્ર એ પતંગિયા અને શલભનું બનેલું કીટક ગોત્ર છે. તેમની ખોરાક આદત મોટે ભાગે તૃણાહારી હોય છે જો કે કેટલીક જાતિ કીટાહારી છે. કેટરપિલર ખાઉધરા હોય છે અને તેમાંના ઘણાને ...

કાત્રજ ઘાટ

કાત્રજ ઘાટ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં પુના થી સાતારા જતા માર્ગ પર આવેલ એક પર્વતીય માર્ગ છે. કાત્રજ ઘાટ ૪૦૦ વર્ષ કરતાં વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે; શિવાજી મહારાજના શાસન દરમ્યાન આ ઘાટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૬માં આ ઘાટના વિકલ્પરૂપે નીચે ...

કાન્હેરી ગુફાઓ

કાન્હેરી ગુફાઓ બોરિવલી, મુંબઈની ઉત્તરે આવેલ ખડકોમાંથી કોતરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ ગુફાઓ સંજય ગાંધી નેશનલ પાર્કની અંદર મુખ્ય દરવાજાથી ૬ કિમીના અંતરે અને બોરિવલી સ્ટેશનથી ૭ કિમીના અંતરે આવેલી છે. કાન્હેરી ગુફાઓ ભારતમાં બૌદ્ધ ધર્મની ...

કામધેનુ યુનિવર્સિટી

કામધેનુ યુનિવર્સિટી એક રાજ્યકક્ષાની યુનિવર્સિટી છે, જે ગાંધીનગર, ગુજરાત, ભારત ખાતે સ્થિત છે. આ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ૨૦૦૯માં ગુજરાત સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સિટી ધારો, ૨૦૦૯ અંતર્ગત કરવામાં આવી હતી. આ યુનિવર્સિટી પશુરોગ અને પશુ વિજ્ઞાન વિષ ...

કારગિલ યુદ્ધ

કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999 ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય તરીકે પણ ઓળખવામાં આવે ...

કાલા રામ મંદિર, નાસિક

પેશવાના સરદાર રંગરાવ ઓઢેકર દ્વારા આ મંદિર ૧૭૮૨ના વર્ષમાં નાગર શૈલીમાં બાંધવામાં આવ્યું હતું, જે લગભગ ૧૭૮૮ના વર્ષમાં તૈયાર થયું હતું. આ મંદિરમાં બિરાજેલ રામની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનેલ છે, તેથી તેને કાલા રામ કહેવામાં આવે છે. આ મંદિર ૭૪ મીટર લાંબ ...

કાલાવડ (વિધાનસભા નિર્વાચનક્ષેત્ર)

કાલાવડ વિધાનસભા નિર્વાચનક્ષેત્ર ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે. આ બેઠક જામનગર અને રાજકોટ જિલ્લાઓમાં આવેલ છે. આ બેઠક અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત છે.

કાલિંજર કિલ્લો

કલિંજર દૂર્ગ નામે ઓળખાતો આ કિલ્લો ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં આવેલો એક પ્રાચીન કિલ્લો છે. બુંદેલખંડ ક્ષેત્રમાં વિંધ્ય પર્વત પર સ્થિત આ કિલ્લો વિશ્વ ધરોહર સ્થળ એટલે કે વર્લ્ડ હેરીટેજ સાઇટ ખજુરાહોથી માત્ર ૧૭.૭ કિમી દૂર આવેલો છે. તેન ...

કાળા મરી

કાળા મરી અથવા મરી એ પાઇપેરેસેઈ પ્રજાતિનો બારમાસી વેલો છે, જે તેના ફળ માટે ઉગાડવામાં આવે છે, સામાન્ય રીતે તેને સૂકવીને તેજાનો કે ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ફળને સૂકવવામાં આવે છે ત્યારે તે મરીના દાણા તરીકે ઓળખાય છે ...

કાશી વિશ્વનાથ મંદિર, વડોદરા

કાશી વિશ્વનાથ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેર ખાતે લાલબાગ વિસ્તારમાં આવેલ છે. આ ઐતિહાસિક મંદિરની સ્થાપના લગભગ ૧૨૦ વર્ષ પહેલા સયાજીરાવ ગાયકવાડ મહારાજના શાસન દરમિયાન થઈ હતી. આ મંદિરનું સંચાલન વર્તમાન સમયમાં એક ટ્રસ્ટ ...

કાશ્મીર ખીણ

કાશ્મીર ખીણ કારાકોરમ અને પીર પંજલ પર્વતશ્રેણી વચ્ચે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં અવસ્થિત છે. હાલમાં આ ખીણનાં કોઈપણ ક્ષેત્પર પાકિસ્તાનનો અધિકાર નથી છે. તેનું ક્ષેત્રફળ લગભગ ૧૩૫ કિ.મી. લાંબું અને ૩૨ કિ.મી. પહોળું છે અને ...

કીકી

કીકી અથવા આંખની કીકી એ આંખના આઇરિસની મધ્યમાં આવેલ એક કાણું હોય છે જે પ્રકાશને રેટિના પર પડવા દે છે. કીકી કાળી દેખાય છે કારણ કે તેમાં પ્રવેશતા પ્રકાશ કિરણો કાં તો સીધા આંખની અંદરના પેશીઓ દ્વારા શોષાય છે, અથવા તો તેઓ આંખની અંદર પ્રતિબિંબ થપા પછી ફે ...

કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર

કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ડાંગ જિલ્લા સાથેની ઉત્તર સીમા પર બીલીમોરા અને સાપુતારાને જોડતા રાજ્ય ધોરી માર્ગ ઉ૫૨ વાંસદાથી ૧૬ કિ.મી.અંતરે તેમ જ વઘઇથ ...

કુંકાવાવ

કુંકાવાવ કે મોટી કુંકાવાવ, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુંકાવાવ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ પરથી તાલુકાનું નામ કુંકાવાવ પડ્યું છે, જેનું મુખ્યમક વડીયા છે.

કુંતાશી (તા.માળિયા-મિયાણા)

કુંતાશી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ તાલુકાઓ પૈકીના એક એવા માળિયા તાલુકામાં આવેલું એક ગામ છે. કુંતાશી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ ...

કુદરતી આફતો

કુદરતી વિનાશ એ કુદરતી વિપત્તિ ની અસર છે, જે પર્યાવરણને અસર કરે છે અને નાણાકીય, પર્યાવરણીય અને/અથવા માનવ નુકસાનમાં પરિણમે છે. વિનાશને કારણે થતા નુકસાનનો આધાર વસ્તીની વિનાશ સામે ટકી શકવાની કે તેનાથી રક્ષણ મેળવવાની ક્ષમતા પર આધારિત છે. આ પ્રકારની સમ ...

કુદરતી સંપત્તિ

કુદરતી સંપત્તિ અર્થશાસ્ત્ર મુજબ જમીન land અથવા કાચો માલ સામાન raw material) કુદરતી રીતે બનેલા તત્વો છે, જે તેમના સરખામણીમાં મૂળ કુદરતી સ્વરુપ naturalમાં મુલ્યવાન valuableગણવામાં આવે છે. કુદરતી સંસાધન resourceનું મૂલ્ય ઉપલબ્ધ સામગ્રીના પ્રમાણ અને ...

કુને ધોધ

કુને ધોધ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના પુના જિલ્લામાં લોનાવાલા ખાતે આવેલ એક ધોધ છે. તે ભારત દેશના ઊંચાઈ ધરાવતા જળધોધ પૈકીનો ૧૪મા ક્રમે આવતો ધોધ છે.

કુમુદ

કુમુદ એ ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી કૃત નવલકથા સરસ્વતીચંદ્રની નાયિકા છે. કથાનાયક સરસ્વતીચંદ્ર સાથે તેની સગાઈ થયેલી હોય છે, પરંતુ સરસ્વતીચંદ્રના ગૃહત્યાગને કારણે તે પ્રમાદધન સાથે પરણે છે અને વિધવા બને છે. છેવટ સુધી પ્રેમ અને લગ્નની મર્યાદાને ...

કુસુમ

કુસુમ એ ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી કૃત નવલકથા સરસ્વતીચંદ્રમાં નાયિકા કુમુદની નાની બહેન તરીકે આવતું પાત્ર છે. કથાને અંતે નાયક સરસ્વતીચંદ્ર સાથે એના લગ્ન થાય છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →