ⓘ Free online encyclopedia. Did you know? page 157

લોહ અયસ્ક

લોહ અયસ્ક ખડક અને ખનિજ સ્વરૂપે હોય છે. જેમાંથી આર્થિક રીતે પરવડી શકે તેવી રીતે ધાતુ સ્વરૂપે લોખંડને મેળવી શકાય છે. અયસ્ક સામાન્ય રીતે આયર્ન ઓક્સાઇડથી ભરપૂર હોય છે અને ઘેરો ભૂખરો, આછો પીળો, ઘાટો જાંબલીથી ફીકો લાલ જેવા રંગોમાં મળે છે. સામાન્ય રીતે ...

લોહી

લોહી શરીરના કોશિકાઓને પોષક અને પ્રાણવાયુ જેવા જરૂરી તત્વો પુરૂ પાડતું તથા તે જ કોશિકાઓમાંથી બગાડનો નિકાલ કરતું શારીરિક પ્રવાહી છે. કરોડઅસ્થિધારીઓ માં તે બ્લડ પ્લાઝમારક્ત પ્રાણરસનામના પ્રવાહીમાં વચ્ચે તરતા રક્તકણોનું બનેલું હોય છે. પ્લાઝમામાં 55% ...

વંશીય જૂથ

વંશીય જૂથ લોકોનું બનેલું એક એવું જૂથ છે જેનાં સભ્યો એકબીજા સાથે, વાસ્તવિક કે ધારી લેવામાં આવેલાં એક સહિયારા સાંસ્કૃતિક વારસા દ્વારા અભિન્નપણે જોડાયેલાં હોય છે. આ હિસ્સેદારીપૂર્ણ સાંસ્કૃતિક વારસાનો આધાર કલ્પિત, પૈતૃક પરંપરા, ઇતિહાસ, સંસ્કૃતિ, રૂઢિ ...

વડ

વડ એક અંજીર વર્ગનું વૃક્ષ છે, જેનાં બીજ ખડકોની ફાટમાં, યજમાન વૃક્ષનાં થડ પર કે મકાનો અને પુલોની ફાટોમાં પણ વૃધ્ધિ પામે છે. વડનાં બીજ મોટાભાગેતો ફળ ખાનાર પક્ષીઓ દ્વારા ફેલાય છે. આ વૃક્ષ ઘેઘુર, ઘટાદાર હોય છે જેને કારણે ગામનાં પાદર, ચોક, કુવાકાંઠે વ ...

વડનગર રેલ્વે સ્ટેશન

વડનગર રેલવે સ્ટેશન ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલું રેલ્વે સ્ટેશન છે. તેનો રેલ્વે કોડ VDG છે. આ સ્ટેશન બે પ્લેટફોર્મ ધરાવે છે. આ સ્ટેશન હાલમાં મહેસાણા-તારંગા હિલ માર્ગના ગોજ રૂપાંતરણ માટે બંધ છે.

વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરી

વડોદર મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરી અથવા બરોડા મ્યુઝિયમ અને ચિત્ર ગેલેરીને એ વડોદરા ખાતે આવેલું એક સંગ્રહાલય છે. આ સંગ્રહાલય વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમના તથા વિજ્ઞાન સંગ્રહાલય લંડનની રૂપરેખાના આધારે ઈ.સ.૧૮૯૪માં વડોદરામાં બંધાવવામાં આવ્યું હતું. ...

વડોદરા રાજ્ય

વડોદરા રાજ્ય હાલના ગુજરાત રાજ્યમાં આવેલ એક રાજાશાહી ધરાવતું રાજ્ય હતું. મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ રાજવંશે આ રાજ્યની સ્થાપના ૧૭૨૧માં કરી અને ત્યાર પછી ૧૯૪૯માં ભારતીય ગણતંત્રમાં વિલિનીકરણ સુધી અહીં રાજ કર્યું. વડોદરા શહેર તેની રાજધાની હતું. બ્રિટીશ ...

વઢવાણ રજવાડું

વઢવાણ રજવાડું બ્રિટિશ શાસન દરમિયાન ગુજરાતમાં આવેલું એક રજવાડું હતું. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું વઢવાણ શહેર તેનું પાટનગર હતું. તેના છેલ્લાં શાસકે ભારતીય સંઘ સાથે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ ભારતમાં ભળી જવા માટે સંધિ કરી હતી.

વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર

વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર ગુજરાત રાજ્યમાં આવેલું કોલસા વડે સંચાલિત વિદ્યુત ઉત્પાદન કેન્દ્ર છે. તે મહીસાગર જિલ્લામાં મહી નદી પર વણાકબોરી ગામ નજીક આવેલું છે. આ કેન્દ્રમાં સાત એકમો છે, જે દરેક ૨૧૦ મેગાવોટની ક્ષમતા ધરાવે છે. GSECL એ તાજેતરમાં BHEL ...

વનનાબૂદી

વનનાબૂદી એ વનીકરણ વિસ્‍તારમાં માનવીઓ દ્વારા ઝાડ કાપવા અને/અથવા સળગાવવાની પ્રક્રિયાઓથી કુદરતી રીતે ઉદભવતા વનોનો નાશ છે. વનનાબૂદી ઘણાં કારણોથી થાય છેઃ ઝાડ અથવા તેમાંથી મળતા કોલસા માણસો દ્વારા વપરાતા બળતણ અથવા ચીજ તરીકે વાપરવા અથવા વેંચવામાં આવે છે, ...

વરણું (તા.રાપર)

વરણું ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ગામ છે. વરણું ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થય ...

વલસાડ જિલ્લો

વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની દક્ષિણમાં છેવાડે, મહારાષ્ટ્ર રાજ્યની તથા સંઘ પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલી સેલ્વાસને અડીને આવેલ સરહદી જિલ્લો છે. વલસાડ જિલ્લાની ઉત્તરે નવસારી જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર તથા દમણ, પૂર્વે ...

વલી ગુજરાતી ગઝલ એવોર્ડ

વલી ગુજરાતી ગઝલ એવોર્ડ એ ગુજરાત, ભારતમાં અપાતું એક સાહિત્યિક સન્માન છે. ૧૭મી સદીના કવિ વલી ગુજરાતીની સ્મૃતિમાં ગુજરાત સરકાર સંચાલિત ‘વલી ગુજરાતી કેન્દ્ર’ દ્વારા વર્ષ ૨૦૦૫થી આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી.

વસુદેવ

વસુદેવ યદુવંશી શૂર અને મારીષાના પુત્ર, શ્રીકૃષ્ણના પિતા, કુંતીના ભાઈ અને મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા. તેમના લગ્ન દેવક અથવા આહુક ની સાત કન્યાઓ થી થયા હતા જેમાં દેવકી સર્વપ્રમુખ હતી. તે વૃષ્ણિઓ ના રાજા અને યાદવ રાજકુમાર હતા. હરિવંશ પુરાણ મુજબ ...

વસ્ત્રાપુર તળાવ

વસ્ત્રાપુર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલું એક તળાવ છે. ઇ.સ. ૨૦૦૨માં તળાવનું સમારકામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. તળાવન ...

વાંકાનેર રજવાડું

વાંકાનેર રજવાડું ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા કાઠિયાવાડના ઐતહાસિક હાલાર વિસ્તારનું અને બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવતી કાઠિયાવાડ એજન્સીનું ૧૧ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું. તેની રાજધાની વાંકાનેર હતી, જે હાલ ...

વાંસદા (વિધાનસભા મતવિસ્તાર)

વાંસદા વિધાનસભા મતવિસ્તાર ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે. આ બેઠક નવસારી જિલ્લામાં આવેલ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત છે.

વાંસદા રજવાડું

૧૮૨૯ પછી વાંસદાના શાસકોને "મહારાજા સાહેબ"નું બિરુદ મળ્યું હતું. ૧૭૮૦ - ૧૭૮૯ વીરસિંહજી દ્વિતિય મૃ. ૧૭૮૯ ૧૮૬૧ - ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૬ ગુલાબસિંહજી દ્વિતિય જ. ૧૮૩૮ - મૃ. ૧૮૭૬ ૧૭૫૩ - ૧૭૭૦ ઉદયસિંહજી તૃત્રિય મૃ. આશરે ૧૭૭૦ ૧૭૧૬ - ૧૭૩૯ રાલભામજી મૃ. ૧૭૩૯ ૧૭૯૩ ...

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલો સુરક્ષિત વિસ્તાર છે, જેમાં અંબિકા નદીના કિનારે આવેલાં દક્ષિણ ગુજરાતનાં અને ખાસ કરીને ડાંગનાં ગાઢ વનોનો સમાવેશ થાય છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અંબિકા નદીને કિનારે સ્થિત છે જે લગભગ ૨૪ ...

વાઈ

વાઈ, ખેંચ, આંચકી, ફેફરું કે અપસ્માર એ એક ચેતાતંત્રીય ખામી છે. આ આંચકી જાણી ન શકાય તેવા ટૂંકા સમયથી લઈને જોરદાર આંચકા સાથેની લાંબા સમયની હોઈ શકે છે. તેના કારણે શારીરિક ઈજા પહોંચી શકે છે જેમકે ક્યારેક હાડકાં તૂટી જવા. આંચકી કોઈ દેખીતા કારણ વગર ફરી ...

વાઈડ એરિયા નેટવર્ક

વાઈડ એરિયા નેટવર્ક ખુબ જ મોટા વિસ્તારમાં ફેલાયલું હોય છે. આ પ્રકારના નેટવર્કો લાંબા અંતર સુધી ડેટાનું પ્રેષણ કરી આપે છે. WANનો વ્યાપ ખુબ જ મોટો એટલે કે, તેમાં દેશો, ખંડો કે પૂરા વિશ્વનો સમાવેશ થયેલો હોઈ શકે છે, WAN BackBone જેવું જટિલ પણ હોય શકે ...

વાઘ

વાઘ ફેલિડે ના પરિવારનો એક સભ્ય છે. જે પેન્થેરા ઉત્પત્તિમાં ચાર મોટી બિલાડીઓમાં સૌથી મોટામાં મોટો છે. પૂર્વ અને દક્ષિણ એશિયાના મોટા ભાગમાં પોતાનું મૂળ સ્થાન ધરાવતા આ વાધ અન્ય પ્રાણીઓનો શિકાર કરનાર અને પોતાને માંસ ખાવા માટે ફરજ પાડનાર હતો. મહત્તમ4 ...

વાડીલાલ

વાડીલાલ ૮૦ વર્ષ પહેલાં અમદાવાદમાં નાની દુકાનમાંથી, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આજે ભારતની બીજા ક્મની આઇસક્રીમ ઉત્પાદક કંપની બની છે. વાડીલાલ ભારતની ખાદ્ય ઉત્પાદક કંપની છે, જે મોટાભાગે થીજેલા શાકભાજી અને તૈયાર નાસ્તો અને બ્રેડ બનાવે છે. વાડીલાલનો ધ ...

વાલ

વાલ એ એક કઠોળ છે. ઉષ્ણકટિબંધીય દેશોમાં ઉતતું આ એક મુખ્ય કઠોળ છે. આફ્રિકા, ભારત, બાંગ્લાદેશ અને ઈંડોનેશિયામાં આની ખેતી કરવામાં આવે છે. આ કઠોળ પશ્ચિમમાં બહુ પ્રચલિત નથી. આ કઠોળમાં પોષક સ્તર્ સુદારવાની, ખોરાક સુરક્ષા વધારવાની અને ગ્રામીણ વિકાસ અને જ ...

વાસણ (તા. પાલનપુર)

વાસણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૨ તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક ગામ છે. પાલનપુરની પૂર્વ દિશામાં ૧૦ કિમીનાં અંતરે આવેલા આ ગામની વસ્તી આશરે ૨૫૦૦ની છે. વાસણ ગામ ...

વિકિપીડિયોક્રસી

વિકિપીડિઓક્રેસી એ વિકિપીડિયાની ચર્ચા અને ટીકા માટેની વેબસાઇટ છે. તેના સભ્યોએ વિકિપીડિયાના વિવાદોની માહિતી પર મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ સાઇટની સ્થાપના વિકિપીડિયા રિવ્યૂના વપરાશકર્તાઓએ માર્ચ ૨૦૧૨માં કરી હતી, જે વિકિપીડિયાની ટીકા કરે છે. ડેઇલી ...

વિકીમેપિયા

વિકીમેપિયા એ નકશા ઓ અને ઉપગ્રહ તસવીરો સુલભ બનાવતો એક ઓનલાઈન સ્રોત છે. ગુગલ મેપ્સ ના સ્રોત-સુવિધાઓને વિકી વ્યવસ્થા સાથે સાંકળીને બનાવવામાં આવેલી આ ઓનલાઈન સુવિધાથી, વપરાશકર્તા પૃથ્વી પરના ગમે તે સ્થળને નિશાની કરીને, તેના માટે નોંધ રૂપે સાઈટ પર માહિ ...

વિકેટ કીપર

ક્રિકેટની રમતમાં વિકેટ કીપર એક એવો ખેલાડી છે જે દાવ આપનારી બાજુનો ખેલાડી હોય છે અને વિકેટ અથવા સ્ટમ્પની પાછળ ઊભો રહે છે, જે તત્કાલીન દાવ લેનાર બૅટ્સમૅન પાસેથી નીકળેલા દડાને પકડે છે. દાવ દેનાર ટીમના એક માત્ર ખેલાડી આ વિકેટ કીપરને જ હાથમોજાં અને પગ ...

વિક્ટોરિયા તળાવ

વિક્ટોરિયા તળાવ એ આફ્રિકાનું સૌથી મોટું અને વિશ્વમાં બીજા ક્રમનું મીઠા પાણીનું તળાવ છે. તળાવને કાંઠે યુગાન્ડા, ટાન્ઝાનિયા અને કેન્યા દેશો છે. વિક્ટોરિયા તળાવની સરેરાશ ઊંડાઈ ૪૦ મીટર છે, જ્યારે મહત્તમ ઊંડાઈ ૮૩ મીટર છે. આ તળાવમાંથી વિશ્વની સૌથી લાંબ ...

વિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તાર

આ ઉદ્યાનની પશ્ચિમ-દિશામાં ગૌરીશંકર તળાવને કિનારે એક ટેકરી પર સુંદરાવાસ બંગલો નામની રજવાડા સમયની ઈમારત આવેલી છે. ૨૦૦૫ સુધી વન ખાતાના કબ્જામાં રહેલી એ જગ્યા હાલમાં ખાનગી માલિકીની છે.

વિઠ્ઠલભાઈ પટેલ

વિઠ્ઠલભાઈ પટેલ એ એક ભારતીય ધારાસભ્ય અને રાજકીય નેતા હતા, તેમણે સ્વરાજ પાર્ટી નામનો પક્ષ સ્થાપ્યો હતો. તેઓ સરદાર પટેલ ના મોટા ભાઈ હતા.

વિદ્યુત કોષ

વિદ્યુત કોષ અથવા બેટરી એ એક ઉપકરણ છે જે એક અથવા વધુ ઇલેક્ટ્રોકેમિકલ કોષોનો સમાવેશ કરે છે જેમાં બાહ્ય જોડાણ આપેલા હોય છે અને આ જોડાણ વીજળીનાં ઉપકરણો જેવા કે ફ્લેશલાઇટ્સ, મોબાઇલ ફોન્સ અને ઇલેક્ટ્રિક કારો ને આપવામાં આવે છે. જ્યારે બેટરી વિદ્યુત પાવર ...

વિનિમય દર

ફોરેન એક્ષચેઇન્જ એ નાણાંતંત્રમાં બે ચલણ વચ્ચેનો વિનિમય દર તરીકે પણ જાણીતો છે), તે એક ચલણનું બીજા ચલણના સંદર્ભમા મૂલ્ય કેટલું છે તે દર્શાવે છે. તે સ્વદેશી ચલણનાં સંદર્ભમાં વિદેશના ચલણનું મૂલ્ય છે. દા.ત. 91 જાપાનીઝ યેન, ¥)ના યુએસ ડોલર, $) સામેના વિ ...

વિલવણીકરણ

વિલવણીકરણ અથવા ક્ષારનિવારણ એટલે પાણીમાંથી વધારાના ક્ષાર અને અન્ય ખનિજો દૂર કરવાની કેટલીક પ્રક્રિયામાંની એક પ્રક્રિયા. સામાન્ય રીતે, ક્ષારનિવારણનો ઉલ્લેખ ભૂમિ ડિસેલિનેશનની જેમ ક્ષાર અને ખનિજો દૂર કરવાની પ્રક્રિયા માટે કરવામાં આવે છે. ખારા પાણીનું ...

વિલિંગ્ડન બંધ

વિલિંગ્ડન બંધ જુનાગઢ શહેરના પૂર્વ ભાગમાં દાતારની ટેકરીઓની તળેટીમાં અને કાલવા નદી પર બાંધવામાં આવેલો બંધ છે. આ બંધનું નામ તે સમયે ભારતના ગવર્નર માર્કસ વિલિંગ્ડનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેની બાજુમાં આવેલી દાતારની ટેકરીઓની ટોચ પર સંત જમિયાલ ...

વિલે પાર્લે

વિલે પાર્લે મુંબઈ મહાનગરનું એક પરું છે અને લોકલ ટ્રેનની વેસ્ટર્ન તથા હાર્બર લાઇન પર આવતું સ્ટેશન છે. જુલાઇ ૨૦૧૩માં વિલે પાર્લે સ્ટેશન વેસ્ટર્ન લાઇનનું પ્રથમ અને સમગ્ર મુંબઈ લોકલ ટ્રેન માળખાનું બીજું એવું સ્ટેશન બન્યું જેમાં સ્વચાલિત સીડી એસ્કેલેટ ...

વિશ્વ કાચબા દિવસ

વિશ્વ કાચબા દિવસ, મે ૨૩, ૨૦૦૦માં અમેરિકન કાચબા બચાવ સંસ્થા દ્વારા મનાવવાનું શરૂ કરાયું, જેનો હેતુ દરીયાઇ અને જમીની કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન કરવાનો છે. કાચબા દિવસને વિશ્વભરમાં વિ ...

વિશ્વ કુસ્તી મનોરંજન

વર્લ્ડ રેસલીંગ એન્ટરટેઇનમેન્ટ, ઇન્ક. ડબ્લ્યુડબ્લ્યુઇજાહેરમાં વેપાર કરે છે, જેની પર ઇન્ટીગ્રટેડ મિડીયા integrated mediaનો ખાનગી અંકુશ છે જે ટેલિવીઝન television, ઇન્ટરનેટ Internet અને જીવંત ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે) અને રમત મનોરંજન sports en ...

વિશ્વ બિલાડી દિવસ

વિશ્વ બિલાડી દિવસ દર વર્ષે ૮ ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલ્ફેર સંસ્થા દ્વારા તેની શરૂઆત ૨૦૦૨માં થઇ હતી. વિશ્વ બિલાડી દિવસની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં વધી રહી છે. મોટા ભાગના દેશો હવે ૮મી ઓગસ્ટે આ બિનસત્તાવાર તહેવાર દિ ...

વિશ્વ રંગમંચ દિવસ

વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી દર વર્ષે ૨૭મી માર્ચ ના રોજ કરવા માં આવે છે. ૨૭ માર્ચને વિશ્વ રંગમંચ દિવસના રૂપે ઉજવવાની શરૂઆત ૧૯૬૧માં અંતર્રાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા કરવામાં આવી હતી.

વિશ્વ વેપાર સંગઠન

વિશ્વ વેપાર સંગઠન એ આંતરરાષ્ટ્રીય મૂડી વેપાપર દેખરેખ રાખવા અને તેના ઉદારીકરણ માટે તેના સ્થાપકો દ્વારા રચવામાં આવેલું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આ સંગઠનની સત્તાવાર શરૂઆત 1 જાન્યુઆરી 1995ના રોજ મરાકેશ સમજૂતી હેઠળ, 1947માં શરૂ થયેલા જનરલ એગ્રિમેન્ટ ઓન ...

વિશ્વકર્મા પૂજા

વિશ્વકર્મા જયંતી એ દેવોના સ્થપતિ, હિન્દુ દેવ, વિશ્વકર્માને સમર્પિત ઉત્સવ છે. તેમને સ્વયંભુ અને વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે. તેમણે પવિત્ર શહેર દ્વારકાનું નિર્માણ કર્યું હતું જ્યાં કૃષ્ણે શાસન કર્યું હતું. આ ઉપરાંત તેઓ પાંડવોની માયા સભા, અન ...

વીર નિર્વાણ સંવત

વીર નિર્વાણ સંવત યુગ એ એક કેલેન્ડર છે જેનો પ્રારંભ ૧૫ ઓક્ટોબર ૫૨૭ ઈસવીસન પૂર્વ થી થાય છે. તે ૨૪માં જૈન તીર્થંકર મહાવીર સ્વામી ના નિર્વાણની ઉજવણી કરે છે. આ સૌથી જૂની કાલક્રમિક ગણતરીઓ માં એક છે જેનો ઉપયોગ ભારતમાં હજી પણ થાય છે.

વીર્ય સ્ખલન

વીર્ય સ્ખલન એ વીર્યનું પુરુષના જનન માર્ગ વાટે ઉત્સર્જન છે. મોટે ભાગે આ ઘટના રતિક્ષણ સાથે જોડાયેલી હોય છે. પ્રાયઃ આ જાતિય ઉત્તેજના નું અંતિમ અને પ્રકૃતિક પરિણામ હોય છે. પ્રાકૃતિક ગર્ભ સંચય માટે એ આવાશ્યક ક્રિયા છે. અમુક પ્રોસ્ટેટ રોગને કારણે સ્ખલન ...

વેસ્ટ ઇન્ડિઝ

વેસ્ટ ઇન્ડિઝ એ કેરેબિયન અને ઉત્તરી એટલાન્ટિક સમુદ્રનો વિસ્તાર છે જે ઘણાં ટાપુઓ અને એન્ટિલિસ અને લઆયુન દ્વીપસમૂહનો સમાવેશ કરે છે. ક્રિસ્ટોફર કોલંબસની અમેરિકાની પ્રથમ સફર બાદ, યુરોપિયનો ભારતથી આ પ્રદેશને અલગ પાડવા માટે ખોટી રીતે વેસ્ટ ઇન્ડિઝ તરીકે ...

વૈજનાથ મંદિર

વૈજનાથ મંદિર, ભારતના હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વૈજનાથ ગામમાં આવેલું નાગર શૈલીમાં બનેલું હિન્દુ મંદિર છે. તે વર્ષ ૧૨૦૪ માં અહુકા અને મન્યુકા નામના બે સ્થાનિક વેપારીઓ દ્વારા બનાવાયું હતું. શિલાલેખો મુજબ વર્તમાન વૈજનાથ મંદિરની રચનાથી પૂર્વ પણ ...

વૈયક્તિક હુમલો

વૈયક્તિક હુમલો કે Ad Hominem, જે એક મિથ્યા દલીલયુક્ત વ્યૂહરચના છે જેમાં દલીલ પર વિષય વાસ્તવિક ચર્ચા કરવા ને બદલે પાત્ર, હેતુ, અથવા અન્ય વ્યક્તિ લક્ષણ હુમલો કરીને ટાળી દેવામાં આવે છે. વૈયક્તિક હુમલા ને એક રીતનો કુતર્ક પણ કહેવાય છે.

વૈશ્વિક ઉષ્ણતા

પૃથ્વીના તાપમાનમા થઇ રહેલા સતત વધારાને વૈશ્વિક ઉષ્ણતા કહેવામાં આવે છે. ઔદ્યોગિકરણને પરિણામે મોટાપાયાના ઉદ્યોગો શરૂ થયા, વાહનવ્યવહારનો વ્યાપ વધ્યો, પેટ્રોલ- ડીઝલ વગેરે ધૂમાડા વાળા બળતણથી પ્રદૂષણમાં સતત વધારો થવા લાગ્યો. સૂર્યની ગરમીને ઓછી કરતા ઓઝો ...

વૈશ્વિકરણ

વૈશ્વિકરણ અથવા ગ્લોબલાઈઝેશન શબ્દનો અર્થ થાય છે, સ્થાનિક અથવા પ્રાદેશિક સંજોગો, વસ્તુઓનું વૈશ્વિક સ્તરે રૂપાંતર થવાની પ્રક્રિયા. સમગ્ર વિશ્વના લોકોનો એક સમાજ બને અને તેઓ એક સાથે કામ કરે તેવા સંજોગોનું સર્જન કરતી પ્રક્રિયા તરીકે તેને ઓળખાવી શકાય. આ ...

વૈષ્ણવ જન તો

વૈષ્ણવ જન તો, મધ્યકાલીન ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા દ્વારા લખાયેલું એક ખુબ પ્રસિદ્ધ હિંદુ ભજન છે, આ ભજન ૧૫મી સદીમાં લખાયું હતું. આ ભજન વૈષ્ણવ ધર્મીના જીવન, વિચારો, માનસિકતા અને મૌલિકતા દર્શાવે છે. આ ભજન મહાત્મા ગાંધીની દૈનિક પ્રાથના હતી.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →