ⓘ અસીમા ચેટર્જી એક ભારતીય કાર્બનિક રસાયણશાસ્ત્રી હતાં, જે કાર્બનિક રસાયણશાસ્ત્રી અને ફાયટોમેડિસિનના ક્ષેત્રમાં કામ માટે જાણીતા હતાં. તેમના સૌથી નોંધપાત્ર કાર્યમાં ..

                                     

ⓘ અસીમા ચેટર્જી

અસીમા ચેટર્જી એક ભારતીય કાર્બનિક રસાયણશાસ્ત્રી હતાં, જે કાર્બનિક રસાયણશાસ્ત્રી અને ફાયટોમેડિસિનના ક્ષેત્રમાં કામ માટે જાણીતા હતાં. તેમના સૌથી નોંધપાત્ર કાર્યમાં વિંઝા આલ્કલોઇડ્સ પર સંશોધન, એન્ટિ-એપીલેપ્ટીક દવાઓના વિકાસ અને એન્ટી મેલેરિયલ દવાઓનો વિકાસ શામેલ છે. તેમણે ભારતીય ઉપખંડની ઔષધીય વનસ્પતિઓ પરના નોંધપાત્ર કાર્યની રચના પણ કરી. ભારતીય વિશ્વવિદ્યાલયમાંથી ડોકટરેટ ઑફ સાયન્સ મેળવનારા તે પ્રથમ મહિલા હતાં.

                                     

1.1. જીવનચરિત્ર પ્રારંભિક જીવન

અસીમા ચેટર્જી નો જન્મ ૨૩ સપ્ટેમ્બર ૧૯૧૭ માં બંગાળમાં થયો હતો. મેડિકલ ડૉક્ટર ઇન્દ્ર નારાયણ મુખર્જી અને તેમના પત્ની કમલા દેવીના બે બાળકોમાં તે સૌથી મોટા હતાં. ચેટર્જી કલકત્તામાં એક મધ્યમ વર્ગના કુટુંબમાં મોટા થયા હતા જ્યાં તેમને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમના પિતા વનસ્પતિશાસ્ત્રમાં ખૂબ રસ ધરાવતા હતા અને ચેટર્જી તેમની રુચિમાં ભાગીદાર થયા હતા. તેમણે ૧૯૩૬ માં કલકત્તા યુનિવર્સિટીની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી રસાયણશાસ્ત્રમાં સન્માન સાથે સ્નાતક કર્યું.

                                     

1.2. જીવનચરિત્ર શૈક્ષણિક કાર્ય

અસીમા ચેટર્જીએ કલકત્તા યુનિવર્સિટીમાંથી કાર્બનિક રસાયણશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ૧૯૩૮ અને ડોક્ટરલ ડિગ્રી ૧૯૪૪ મેળવી. તેઓ વિજ્ઞાનમાં ડોક્ટરની પદવી મેળવનારા પ્રથમ ભારતીય મહિલા હતા. તેમના ડોક્ટરલ દરમિયાન કરેલા સંશોધનો છોડના ઉત્પાદનો અને કૃત્રિમ કાર્બનિક રસાયણશાસ્ત્પર કેન્દ્રિત છે. તે સમયે તેમના પ્રખ્યાત પ્રશિક્ષકોમાં પ્રફુલ્લચંદ્ર રોય અને સત્યેન્દ્ર નાથ બોઝ હતા.

ચેટર્જીના સંશોધને કુદરતી ઉત્પાદનોનાં રસાયણશાસ્ત્પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમનાં સંશોધનોને પરિણામે એન્ટિ-કન્સેલ્ઝિવ, એન્ટી મેલેરીયલ અને કીમોથેરાપીની દવાઓ મળી. તેમણે લગભગ ચાળીસ વર્ષ વિવિધ આલ્કલોઇડ સંયોજનો પર પણ સંશોધન કર્યું. તેમનાં કાર્યને લીધે આયુષ -૫૬ નામની વાઈની દવા અને ઘણી બધી એન્ટી મેલેરિયલ દવાઓનો વિકાસ થયો.

                                     

2. ગૂગલ સમ્માન

ગૂગલ ડૂડલે ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ, ભારતીય સંસ્થામાંથી વિજ્ઞાનમાં ડોકટરેટ મેળવનારા પ્રથમ ભારતીય મહિલા તરીકેની અસીમા ચેટર્જીનો ૧૦૦મો જન્મદિવસ ઉજવ્યો. આ દિવસે તેમને ગૂગલના મુખપૃષ્ઠ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતાં.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →