ⓘ ભૂતાન એટલે કે ભૂતાનનું રાજ્ય, હિમાલય પર વસેલો દક્ષિણ એશિયાનો એક નાનકડો અને મહત્વપૂર્ણ દેશ છે. આ દેશ ચીન અને ભારત ની વચ્ચે સ્થિત છે. આ દેશનું સ્થાનીક નામ દ્રુક ય ..

ઝભ્ભો

કુર્તા અથવા કુરતા ઍ એક પરંપરાગત ભારતીય પોશાક છે, આ એક લાંબા ખમીસ જેવા પહેરવાનું વસ્ત્ર હોય છે. આની લંબાઈ ઘુંટણો સુધીની હોય છે અને પાયજામાની સાથે પહેરવામાં આવે છે. મોટે ભાગે એનો રંગ કુર્તા સાથે મળતો રાખવામાં આવતો હોય છે. કેટલીકવાર કુર્તાનો રંગ સફેદ પણ હોય છે. કુરતાનો સામાન્ય જીવનમાં તથા ખાસ પ્રસંગોમાં બંન્ને માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો કે ખાસ પ્રસંગો વેળાએ પહેરવામાં આવતા કુર્તા સામાન્ય રીતે વધુ સારા કાપડમાંથી બનાવવામાં આવેલા તથા વધારે ફેશનેબલ હોય છે. કુર્તાઓ સૂતરાઉ, ઊન અને રેશમી એમ બધી જાતનાં કાપડોમાંથી બનાવવામાં આવે છે. ભારત અને પડોશી દેશો નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પ ...

                                     

ⓘ ભૂતાન

ભૂતાન એટલે કે ભૂતાનનું રાજ્ય, હિમાલય પર વસેલો દક્ષિણ એશિયાનો એક નાનકડો અને મહત્વપૂર્ણ દેશ છે. આ દેશ ચીન અને ભારત ની વચ્ચે સ્થિત છે. આ દેશનું સ્થાનીક નામ દ્રુક યુલ છે, જેનો અર્થ થાય છે, ગરજતા ડ્રેગનનો દેશ’. આ દેશ મુખ્યતઃ પહાડી છે, ફક્ત દક્ષિણ ભાગમાં થોડીક સમતળ ભૂમિ છે. સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે તે તિબેટ સાથે જોડાયેલો છે, પરંતુ ભૌગોલિક અને રાજનીતિક પરિસ્થિતિઓ અનુસાર હાલમાં આ દેશ ભારતની નજીક છે.

ભૂતાન ખુબ દુર્ગમ તેમજ બાકીની દુનિયાથી અલાયદો દેશ હતો, ૨૦મી સદીનાં અંતમાં અહીં થયેલા વિકાસને પગલે, શહેરી વિસ્તારમાં સીધી અંતરરાષ્ટ્રીય ઉડાનો, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન તેમજ કેબલ ટી.વી. જેવી આધુનિક સગવડોના આવવાથી ત્યાં પણ ઘણી પ્રગતી સધાઈ છે. ભૂતાને ગ્રોસ નેશનલ હેપીનેસ કુલ રાષ્ટ્રીય ખુશાલીની વિચારધારાને અપનાવી પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને રિવાજો તથા આધુનિકરણ વચ્ચેનું સમતોલપણું જાળવી રાખ્યું છે, જેના થકી તેમણે પર્યાવરણનો નિરંકુશ નાશ કર્યા વગર પ્રગતિ સાધી છે. ભૂતાનની સરકારે ત્યાંની રાષ્ટ્રીય પરંપરાગત સંસ્કૃતિ, ઓળખ તથા પર્યાવરણને જાળવી રાખવા માટે ઘણા પગલા લીધા છે. ૨૦૦૬માં લેસ્ટર વિશ્વવિદ્યાલયે કરેલા વર્લ્ડ મેપ ઓફ હેપીનેસ દુનિયાનો ખુશાલીનો નકશો નામના સર્વેક્ષણના આધારે બિઝનેઝ વિક નામના સાપ્તાહિકે ભૂતાનને એશિયાનો સૌથી ખુશાલ દેશ અને દુનિયામાં આઠમો ખુશાલ દેશ તરીકે ગણાવ્યો હતો.

                                     

1. નામ

એક મત અનુસાર ભૂતાન સંસ્કૃત શબ્દો ભૂ અને ઉત્થાન ના સમાસથી બનેલો શબ્દ છે જેનો શાબ્દિક અર્થ થાય "ઊંચી ભૂમિ". અન્ય એક મત પ્રમાણે આ ભોત-અન્ત એટલેકે તિબેટનો અન્તનું અપભ્રંશ છે, કેમકે ભૂતાન તિબેટની દક્ષિણ સિમાએ આવેલું છે.

સ્થાનિક લોકો ભૂતાનને દ્રુક-યુલનાં નામથી ઓળખે છે, પરંતુ, ઐતિહાસિક રીતે ભૂતાનનાં અનેક નામો છે, જેમકે, લ્હો મોન અંધકાર ભર્યો દક્ષિણનો પ્રદેશ, લ્હો ત્સેન્ડેન્જોન્ગ દક્ષિણ ત્સેન્ડેન શંકુદ્રુમનો પ્રદેશ, લ્હોમેન ખાઝી ચતુરસંગમનો દક્ષિણી પ્રદેશ અને લ્હો મેન જોન્ગ દક્ષિણનો જડીબુટ્ટીઓનો પ્રદેશ, વિગેરે.

                                     

2. ભૂગોળ

ભૂતાન દક્ષિણ એશિયામાં આવેલી હિમાલય પર્વતશાળાના પૂર્વીય ભાગમાં આવેલો છે. તેની દક્ષિણ, પૂર્વ તેમજ પશ્ચિમી સિમા ભારત સાથેની છે અને ઉત્તરનો પાડોશી દેશ ચીન છે. ભૂતાનની પૂર્વ દિશામાં સિક્કીમ આવેલું છે, જે તેને નેપાળથી જુદુ પાડે છે અને દક્ષિણ દિશામાં પશ્ચિમ બંગાળ તેને બાંગ્લાદેશથી અલગ કરે છે.

ભૂતાનમાં ઘણી ભૌગોલીક વિવિઘતા છે અને ત્યાં દક્ષિણમાં ઉષ્ણકટિબંધ વિસ્તાર પાસેના મેદાનોથી લઈને ઉત્તરમાં હિમાલયની ઉંચાઈઓ છે કે જેમાં અમુક શિખરો ૭,૦૦૦ મિટર ૨૩,૦૦૦ ફુટ કરતા પણ ઉંચા છે. બૌદ્ધ ધર્મની વર્જયાન શાખાની ગણત્રી ત્યાનાં રાષ્ટ્રીય ધર્મ તરીકે કરવામાં આવે છે અને ત્યાંની કુલ વસતી કે જે ૬,૯૧,૧૪૧ની છે તેમાંથી મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. ત્યાર બાદ હિંદુ ધર્મ પાળનારાઓની સંખ્યા બીજે સ્થાને આવે છે. થિમ્ફુ અહીંનું સૌથી મોટું શહેર તેમજ રાજધાની છે. સદીઓથી ચાલી આવતી રાજાશાહીની શાષક પદ્ધતિ બાદ માર્ચ ૨૦૦૮માં ત્યાં પહેલીવાર લોકશાહી ચુંટણી યોજાઈ હતી. બીજા ઘણા અંતરરાષ્ટ્રીય સંગઠનો ઉપરાંત ભૂતાન સંયુક્ત રાષ્ટ્રસંધ તેમજ સાર્ક તરિકે ઓળખાતા દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહકાર સંગઠન South Asian Association for Regional Cooperation-SAARCનું પણ સભ્ય છે. ભૂતાન દેશનું કુલ ક્ષેત્રફળ ૩૮,૩૯૪ ચોરસ ફુટ ૧૪,૮૨૪ ચોરસ માઈલ છે.

                                     

3. ઇતિહાસ

સત્તરમી સદીના અંતમાં ભૂતાને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ૧૮૬૫માં બ્રિટન અને ભૂતાન વચ્ચે સિનચુલુ સંધિ પર હસ્તાક્ષર થયા, જે અનુસાર ભૂતાને સીમાવર્તી અમુક ભૂભાગને બદલે અમુક વાર્ષિક અનુદાનનો કરાર કરવામાં આવ્યો. બ્રિટિશ પ્રભાવ હેઠળ ૧૯૦૭માં ત્યાં રાજશાહીની સ્થાપના થઈ. ત્રણ વર્ષ બાદ એક અન્ય સંધિ થઈ, જેની હેઠળ અંગ્રેજો એ વાત પર સહમત થયા કે તેઓ ભૂતાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નહીં કરે પરંતુ ભૂતાનની વિદેશ નીતિ ઇંગ્લેન્ડ નક્કી કરાશે. પાછળથી ૧૯૪૭ પછી આ જ ભૂમિકા ભારતને મળી. બે વર્ષ પછી ૧૯૪૯ માં ભારત-ભૂતાન સંધિ હેઠળ ભારતે ભૂતાનની તે બધી જમીન તેને પરત કરી જે અંગ્રેજોને અધીન હતી. આ સંધિ હેઠળ ભારતને ભૂતાનની વિદેશ નીતિ અને સુરક્ષા નીતિમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવી.

                                     

4. રાજનીતિ

ભૂતાનના રાષ્ટ્રપ્રમુખ રાજા અર્થાત દ્રુક ગ્યાલપો હોય છે, જે વર્તમાનમાં જિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુક છે. જોકે આ પદ વંશાનુગત છે પરંતુ ભૂતાનના સંસદ શોગડૂના બે તૃતિયાંશ બહુમત દ્વારા હટાવી શકાય છે. શોગડૂમાં ૧૫૪ બેઠક હોય છે, જેમાં સ્થાનીય રૂપે ચુંટાયેલા પ્રતિનિધિ ૧૦૫, ધાર્મિક પ્રતિનિધિ ૧૨ અને રાજા દ્વારા નામાંકિત પ્રતિનિધિ ૩૭, અને આ સૌનું કાર્યકાલ ત્રણ વર્ષોંનો હોય છે. રાજાની કાર્યકારી શક્તિઓ શોગડૂના માધ્યમ થી ચુંટાયેલ મંત્રિપરિષદમાં નિહિત થાય છે. મંત્રિપરિષદના સદસ્યોંની ચુંટણી રાજા કરે છે અને આમનું કાર્યકાલ પાઁચ વર્ષોં નો હોય છે. સરકારની નીતિઓનું નિર્ધારણ આ વાતને ધ્યાન માં રાખીને કરવામાં આવે છે કે આથી પારંપરિક સંસ્કૃતિ અને મૂલ્યોંનું સંરક્ષણ થઈ શકે. જોકે ભૂતાનમાં રહવાવાળા નેપાલી મૂળના અલ્પસંખ્યક સમુદાયોમાં અમુક અસંતોષ છે, જેઓ પોતાની સંસ્કૃતિ પર ભૂતાની સંસ્કૃતિ લાદવાની વિરુદ્ધ છે. આ વ્યવસ્થાનો વિરોધ કરવા વાળા નેપાળી ભૂતાની નેપાળ તથા ભારતના વિભિન્ન ભાગોમાં શરણાર્થી બનવા વિવશ છે. પૂર્વી નેપાળમાં લગભગ એક લાખથી વધુ અને ભારતમાં ૩૦ હજાર જેટલા ભૂતાની નેપાળી શરણાર્થી તરીકે રહી રહ્યાં છે. તેમની દેખભાળ શરણાર્થી સંબંધી રાષ્ટ્રસંઘીય ઉચ્ચાયુક્ત સાથે મળીને નેપાળ સરકાર કરી રહી છે.                                     

5. જિલ્લા

ભૂતાન વીસ જિલ્લા જ઼ોંગખાગ માં વિભાજિત છે.

 • ગાસા
 • સામ્ત્સે
 • મોંગર
 • પારો
 • જેમેગ
 • સારપાંગ
 • દગાના
 • શિરાંગ
 • ભૂમથાંગ
 • ત્રોંગસા
 • ચુખા
 • ત્રાશી યાંગ્ત્સે
 • સામદ્રુપ જોંગખાર
 • થિમ્ફુ
 • પુનાખા
 • હા
 • વાંગદ્યૂ ફોદ્રાંગ
 • લૂંતસે
 • પેમાગાત્સેલ
 • ત્રાશીગાંગ
                                     

6. ભૂગોળ

ભૂતાન ચારે તરફથી જમીનથી ઘેરાયલ પર્વતીય ક્ષેત્ર છે. ઉત્તરમાં પર્વતોની ટોચ ક્યાંક-ક્યાંક ૭૦૦૦ મીટરથી પણ ઊંચી છે, સૌથી ઊંચી ટોચ કુલા કાંગરી ૭૫૫૩ મીટર છે. ગાંગખર પુએનસુમની ઊંચાઈ ૬૮૯૬ મીટર છે, જેના પર અત્યાર સુધી માનવના પગ નથી પહોંચ્યા. દેશનો દક્ષિણી ભાગ અપેક્ષાથી ઓછો ઊંચો છે અને અહીં ઘણીં ઉપજાઊ અને સઘન ખીણ છે, જે બ્રહ્મપુત્રની ખીણ ને મળે છે. દેશનો લગભગ ૭૦% ભાગ વનોથી આચ્છાદિત છે. દેશની વધુ પડતી જનસંખ્યા દેશના મધ્યવર્તી ભાગમાં રહે છે. દેશનું સૌથી મોટું શહેર, રાજધાની થિંકુ છે, જેની જનસંખ્યા ૫૦,૦૦૦ છે, જે દેશના પશ્ચિમી ભાગમાં છે. અહીંનું આબોહવા મુખ્ય રૂપથી ઉષ્ણકટિબંધીય છે.                                     

7. અર્થવ્યવસ્થા

વિશ્વની સૌથી નાની અર્થવ્યવસ્થાઓમાં થી એક ભૂતાનનો આર્થિક ઢાઁચો મુખ્ય રૂપે કૃષિ અને વન ક્ષેત્રોં અને પોતાને ત્યાં નિર્મિત જળવિદ્યુતની ભારતને વેચાણ પર નિર્ભર છે. એવું માનવામાં આવે છે કે આ ત્રણ વસ્તુઓથી ભૂતાનની સરકારી આવકના ૭૫% આવે છે. કૃષિ જે અહીંના લોકોનો આધાર છે, આના પર ૯૦% થી વધુ લોકો નિર્ભર છે. ભૂતાનનું મુખ્ય આર્થિક સહયોગી ભારત છે કેમકે તિબેટથી લાગેલ ભૂતાનની સીમા બંધ છે. ભૂતાનની મુદ્રા નોંગ્ત્રુમ છે, જેનું ભારતીય રૂપિયા સાથે સરળતાથી વિનિમય કરી શકાય છે. ઔદ્યોગિક ઉત્પાદન લગભગ નગણ્ય છે અને જે અમુક છે, તે કુટીર ઉદ્યોગની શ્રેણી માં આવે છે. વધુપડતી વિકાસ પરિયોજનાઓ જેમકે સડ઼કોનો વિકાસ ઇત્યાદિ ભારતીય સહયોગ થે થાય છે. ભૂતાનની જળવિદ્યુત અને પર્યટનના ક્ષેત્રમાં અસીમિત સંભાવનાઓ છે.

                                     

8. લોકો

ભૂતાનની લગભગ અડધી વસતિ ભૂતાનના મૂળનિવાસી છે, જેમને ગાંલોપ કહેવાય છે અને એમનો નિકટનો સંબંધ તિબેટની અમુક પ્રજાતિઓથી છે. આ સિવાય અન્ય પ્રજાતિઓ નેપાલી છે અને આમનો સંબંધ નેપાળ રાજ્ય સાથે છે. તે પછી શારચોપ અને લ્હોતશાંપા છે. અહીંની આધિકારિક ભાષા જોંગખા છે, આની સાથે જ અહીં ઘણી અન્ય ભાષાઓ બોલાય છે, જેમાં અમુક તો વિલુપ્ત થવાને ઉંબરે છે.

ભૂતાનમાં આધિકારિક ધર્મ બૌદ્ધ ધર્મ ની મહાયાન શાખા છે, જેનું અનુપાલન દેશની લગભગ ત્રણ ચતુર્થાંશ જનતા કરે છે. ભૂતાનની ૨૫% જનસંખ્યા હિંદૂ ધર્મની અનુયાયી છે. ભૂતાનના હિંદૂ ધર્મી નેપાલી મૂળના લોકો છે, જેમને લ્હોત્સામ્પા પણ કહે છે.

                                     

9. સંસ્કૃતિ

ભૂતાન દુનિયાના તે અમુક દેશોમાં છે, જે ખુદને શેષ સંસારથી અલગ-થલગ રખતો ચાલ્યો આવી રહ્યો છે અને આજે પણ ઘણી હદ સુધી અહીં વિદેશિઓનો પ્રવેશ નિયંત્રિત છે. દેશની મોટા ભાગની વસતિ નાના ગામડાઓમાં રહે છે અને કૃષિ પર નિર્ભર છે. શહેરીકરણ ધીરે-ધીરે પોતાના પગ જમાવી રહ્યો છે. બૌદ્ધ વિચાર અહીંની જ઼િંદગીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. તીરંદાજી અહીંની રાષ્ટ્રીય રમત છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →