ⓘ વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ ..

ભારતીય વિશ્વવિદ્યાલય

ભારતીય વિશ્વવિદ્યાલય મણિપુર વિશ્વવિદ્યાલય ઇંફાલ કેરળ વિશ્વવિદ્યાલય ત્રિવેન્દ્રમ્ રાજેન્દ્ર કૃષિ વિશ્વવિદ્યાલય પૂસા-સમસ્તીપુર અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય અલીગઢ હેમવતી નંદન બહુગુણા ગઢ઼વાલ વિશ્વવિદ્યાલય પૌડ઼ી ગઢ઼વાલ આસામ વિશ્વવિદ્યાલય સિલચર પશ્ચિમ બંગાલ રાષ્ટ્રીય ન્યાયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય કોલકાતા રાજસ્થાન વિશ્વવિદ્યાલય જયપુર જાદવપુર વિશ્વવિદ્યાલય કોલકાતા મગધ વિશ્વવિદ્યાલય બોધગયા મેરઠ વિશ્વવિદ્યાલય, મેરઠ માખનલાલ ચતુર્વેદી પત્રકારિતા વિશ્વવિદ્યાલય મધ્ય પ્રદેશ જામિયા મીલિયા ઇસ્લામિયા દિલ્હી કોટા વિશ્વવિદ્યાલય, કોટા કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય કુરુક્ષેત્ર તિલકા માઁઝી ભાગલપુર વિશ્વવિદ્યાલય ભાગલપ ...

ચૂલો

ચૂલો એ એક પ્રકારનો ઉષ્માનો સ્ત્રોત છે, જેનો ઉપયોગ ભોજન રાંધવા માટે થાય છે. ચૂલા ઘણાં પ્રકારના હોય છે જેમકે માટીનો ચૂલો, કોલસાની સગડી, હવાના દબાણ વાળો પ્રાયમસ, દિવેટ વાળો પ્રાયમસ, લાકડાના વહેર વડે ચાલતી સગડી, ગેસનો ચૂલો, સૂક્ષ્મ તરંગ, સૌર ચૂલો વગેરે. અને આમાં વપરાતી ઉર્જા પણ વિભિન્ન હોય છે, જેમકે લાકડાં, લાકડાંનો વહેર, છાણ અને કોલસા, કેરોસીન, દ્રવિત પેટ્રોલિયમ ગેસ, સૌર ઉર્જા અને વિજળી વગેરે. પહેલાંના સમયમાં માત્ર ત્રણ પથ્થરો મૂકી તેના પર રાંધવા માટેનું વાસણ ગોઠવવામાં આવતું હતું અને પથ્થરોની વચ્ચે લાકડાં સળગાવીને રસોઇ કરવામાં આવતી હતી. ત્યારબાદ સમયાંતરે એમાં આધુનિક વિજ્ઞાન આધારીત ફેરફારો થતા ...

સાતતાલ

સાતતાલ અથવા શનીતાલ એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લાના ભીમતાલ શહેરની પાસે નીચલા હિમાલયમાં આવેલા સાત તાજા મીઠા પાણીનાં તળાવોનો એકબીજા સાથે જોડાયેલો સમૂહ છે. આ સમૂહ મેહરાગાંવ ખીણમાં સરસ બગીચાઓની નીચે ૧૩૭૦ મીટરની ઊંચાઈએ સ્થિત છે. ઓક અને પાઇનના વૃક્ષોના ગાઢ જંગલોની વચ્ચે વસેલું સાતતાલ ભારતનાં પ્રદૂષણ વગરનાં અને સાફ રખાયેલા ચોખ્ખા પાણીનાં બાકી રહેલા જૂજ તળાવો પૈકીનું એક છે. આ સ્થળ યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. વેકેશન દરમ્યાન ફરવા માટે બહાર નીકળેલા પ્રવાસીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા માટે અહી કેમ્પો ઊભા કરાયા છે જે અહીંના સ્થાનિક લોકો દ્વારા જ ચલાવવામાં આવે છે.

                                     

ⓘ વિજ્ઞાન

વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે. વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

                                     

1. વિજ્ઞાનના ક્ષેત્રો

વિજ્ઞાનના મુખ્ય બે ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે: ૧ નૈસર્ગિક વિજ્ઞાનો અને ૨ સામાજિક વિજ્ઞાનો. નૈસર્ગિક વિજ્ઞાનમાં ખગોળ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરેની ગણના થાય છે. ગણિત અને તર્કશાસ્ત્ર જેવાં શાસ્ત્રો વાસ્તવિક એમ્પિરિકલ હકીકતો ઉપર આધારિત ન હોવાથી તેમને ઔપચારિક ફોર્મલ વિજ્ઞાનો કહેવામાં આવે છે. તે જ રીતે ઈજનેરી વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર મૅડિકલ અગેરેને વ્યવહારુ એપ્લાઈડ વિજ્ઞાનો ગણવામાં આવે છે. આમ, વિજ્ઞાનનું વિષયવસ્તુ અલગ હોવાથી વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી છે, પરંતુ આ દરેક વિષયવસ્તુનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી જ થતો આવ્યો છે તેથી તે બધા વિજ્ઞાન તરીકે જ ઓળખાય છે.

આ પણ જુઓ

  • જીવ શાસ્ત્ર
  • ખગોળ શાસ્ત્ર
  • રસાયણ શાસ્ત્ર
  • ભૌતિક શાસ્ત્ર
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →