ⓘ હઠીસિંહનાં દેરાં, કે જે હઠીસિંહની વાડી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલાં જૈન દેરાસરો છે. તેનું નિર્માણ ઇ.સ. ..

                                     

ⓘ હઠીસિંહનાં દેરાં

હઠીસિંહનાં દેરાં, કે જે હઠીસિંહની વાડી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલાં જૈન દેરાસરો છે. તેનું નિર્માણ ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.

                                     

1. ઇતિહાસ

ધનવાન જૈન નગરશેઠ હઠીસિંહ દ્વારા ઇસવીસન ૧૮૪૮માં આ દેરાંનું બાંધકામ કરવાની યોજના કરવામાં આવી હતી, પણ તેમનું ૪૯ વર્ષે અવસાન થયું. ત્યારબાદ તેમનાં પત્ની શેઠાણી હરકુંવરબાઈ દ્વારા તેનું બાંધકામ ૮ લાખ રૂપિયા તે સમયની જંગી રકમ વડે પૂર્ણ કરવામાં આવ્યું. આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળનાયક છે.

આ દેરાંનું નિર્માણ ગુજરાતના દુષ્કાળ વખતે કરવામાં આવ્યું હતું જેથી બે વર્ષ દરમિયાન કારીગરોને રોજગાર મળી રહ્યો હતો. અત્યારે દેરાંની સારસંભાળ હઠીસિંહ ફેમિલી ટ્રસ્ટ વડે કરવામાં આવે છે.

                                     

2. સ્થાપત્ય

આ દેરાંના સ્થપતિ પ્રેમચંદ સલાત હતા.

મુખ્ય સ્થાપત્ય બે માળનું છે. તેમાં મૂળનાયકની પ્રતિમા જૈન ધર્મના ૧૫મા તીર્થંકર ધર્મનાથની છે. મંદિરનું મૂળ સ્થાપત્ય ૧૧ ભગવાનોની પ્રતિમા ધરાવે છે, જે પૈકી ૬ પ્રતિમા ભોંયરામાં જ્યારે ૫ પ્રતિમા ત્રણ અટારીમાં છે. મુખ્ય શિખર પૂર્વ દિશામાં છે અને મંદિર કોતરણીવાળા ૧૨ સ્તંભોના ટેકા પર રહેલ ગુંબજથી ઢંકાયેલું છે. વધારામાં, ત્યાં ૫૨ દેવલકુલિકાઓ આવેલી છે જેમાં પ્રત્યેકમાં એક તીર્થંકરની પ્રતિમા છે.

મંદિરના પરિસરમાં ચિતૌડના કિર્તીસ્તંભ અને જૈન માનસ્તંભથી પ્રેરિત એક વિશિષ્ટ માનસ્તંભ આવેલો છે જે ૬ માળ ઊંચો છે અને મહાવીર સ્વામીની પ્રતિમા ધરાવે છે. આ દેરાં વરસાદી પાણીના સંગ્રહ માટેના બાંધકામ માટે પણ જાણીતાં છે.

સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવાં આ દેરાસરો અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →