ⓘ પાવભાજી કે ભાજીપાવ એ એક મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. જેમાં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ..

                                     

ⓘ પાવભાજી

પાવભાજી કે ભાજીપાવ એ એક મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. જેમાં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે.

                                     

1. ઇતિહાસ

આ વાનગીનો ઇતિહાસ ૧૮૫૦ના દાયકામાં મુંબઈની હેયડે ટેક્સટાઈલ મિલ્સમાં મળી આવે છે. મિલના કામગારોને સંપૂર્ણ ભોજન ખાઈ શકે તેટલો ભોજન સમય મળતો ન હતો અને ભારે ભોજનની અપેક્ષાએ હળવો ખોરાક કામદારો પસંદ કરવા લાગ્યાં હતાં, કેમકે કામગારોને ભોજન પછી ફરી ભારે શ્રમ કરવું પડતું. એક ફેરિયાએ ભોજનની થાળીમાં પીરસાતી વાનગીઓમાંથી અમુક પદાર્થો મેળવી એક વાનગી બનાવી. રોટી અને ભાતને સ્થાને પાવ મુકી દીધા અને ભાજી આમટી જેવી ભારતીય કરીઓને બદલે એક મસાલેદાર શાક પીરસાયું જે ભાજી તરીકે ઓળખાયું. શરૂઆતના સમયમાં તો આ વાનગી મિલ મઝદૂરનો ખોરાક બની રહી. સમય જતા આ વાનગી રેસ્ટોરંટમાં વેચાવા લાગી અને ઉડીપી ઉપહારગૃહો અને અન્ય સ્થળો મારફતે તે મધ્ય મુંબઈ અને ઉપનગરમાં ફેલાઈ. આ વાનગી એટલી લોકપ્રિય બની કે ભારતીય ખાણું પીરસતી સિંગાપુર, હોંગકોંગ, અમેરિકા, યુ.કે., સ્વીટ્ઝરલેંડ અને અન્ય સ્થળોની હોટેલોના મેનુ માં પણ સ્થાન મેળવ્યું છે.

                                     

2. કૃતિ

  • પાવને વચમાંથી ફાડી તવા પર ઘીમાં શેકી લો.
  • કાંદા જીણા સમારીએ તેમાં કોથમીર ઉમેરો અને પાવભાજી સાથે ખાવા આપો.
  • લસણ અને લીલા મરચાં વાટી લો.
  • ટમેટા, કાંદા, વેંગણ સમારી લો.
  • તેમાં કાંદા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળો.
  • પેણીમાં તેલ ગરમ કરો.
  • તેમાં ટમેટા અને બાફેલા વટાણા ઉમેરો.
  • તેમાં હળદર અને પાવભાજી મસાલો ઉમેરો.
  • હવે અન્ય શાક ભાજી ઉમેરો.
  • બટેટા વટાણાં, ફ્લાવર બાફી લો.
  • પાણી અને પાવભાજી મસાલો ઉમેરી હલાવતા રહો. થોડાં શાક ભાજી છૂંદી નાખો.
                                     

3. ફિલ્મી અને અન્ય સંસ્કૃતિમાં

  • તેલુગુ ફીલ્મ દુબઈ સીનુ માં રવિ તેજા અને તેમના મિત્રોએ મુંબઈના કોઈ એક રોડ પર પાવભાજીની લારી ખોલી હતી.
  • સંજય દત્ત એ હિંદી ફીલ્મ વાસ્તવ માં પાવભાજીના લારી વાળાનું પાત્ર ભજવ્યું.
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →