ⓘ ક્રીપ્સ મિશન એ અંગ્રેજ સરકાર દ્વારા બીજા વિશ્વયુદ્ધમાં ભારતીયોનો સહયોગ મેળવવા માટેનો એક પ્રયાસ હતો. આ મિશન માર્ચ ૧૯૪૨માં ભારત આવ્યું હતું. આ શિષ્ટ મંડળના પ્રમુખ ..

                                     

ⓘ ક્રીપ્સ મિશન

ક્રીપ્સ મિશન એ અંગ્રેજ સરકાર દ્વારા બીજા વિશ્વયુદ્ધમાં ભારતીયોનો સહયોગ મેળવવા માટેનો એક પ્રયાસ હતો. આ મિશન માર્ચ ૧૯૪૨માં ભારત આવ્યું હતું. આ શિષ્ટ મંડળના પ્રમુખ સર સ્ટેફોર્ડ ક્રીપ્સ હતા. તેઓ વયસ્ક ડાબેરી રાજ નૈતિક અને બ્રિટેનના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના યુદ્ધ પ્રધાન મંડળના મંત્રી હતા.

                                     

1. પૃષ્ઠભૂમિ

૧૯૩૯માં લોર્ડ લીનલીથગોએ ભારતને વિશ્વયુદ્ધના સાથી પક્ષો તરફીએ યુદ્ધસ્ત દેશ ઘોષિત કર્યો. આ માટે તેમણે ભારતાના કોઈ પણ રાજનૈતિક પક્ષ કે ચૂંટાયેલા ભારતીય પ્રતિનિધીઓની સલાહ લીધી નહીં. આને કારણે ભારતીયોમાં ઘણો અસંતોષ ફેલાયો. રાષ્ટ્રસભાના ચૂંટાયેલા પ્રતિનિધીઓએ સામૂહિક રાજીનામા આપ્યાં. આને પરિણામે રાજનૈતિક અરાજકતા અને લોકોના બળવા જેવી સ્થિતી નિર્માણ થઈ. અંગ્રેજ સરકારને લાગ્યું કે બીજા વિશ્વ યુદ્ધમાં એશિયામાં જાપાની સેનાઓના આગળ વધતાં કદમને રોકવા માટે અને યુરોપીય યુદ્ધમાં જોઈતા માનવ બળ અને સંપદાઓ માટે ભારતમાં સ્થિરતા રહે તે અત્યંત આવશ્યક હતું.

૧૯૪૧મં જાપાનના યુદ્ધમાં પ્રવેશ પછી બ્રિટનની એશિયામાં સ્થિતી વધુ નાજૂક બની રહી. જાપાનીઓએ ઝડપથી મલાયા, સિંગાપુરનું સૈનિકી મથક અને ડચ ઈસ્ટ ઈંડિઝ પર કબજો કરી લીધો હતો. ત્યાર પછીનો જાપાની હુમલો બર્મા અને ભારત પર થશે તેવી અંગ્રેજોને શંકા હતી. અંગ્રેજ સરકાર ભારતીય રાજનેતાઓનો ટેકો ઈચ્છતી હતી જેથી તેઓ બ્રિટિશ સેના માટે વધુ સૈનિકોની નિમણૂક કરી શકે. ભારતીય સેના મધ્ય પૂર્વ ક્ષેત્રમાં લડી રહી હતી, તેમાં ૨૫ લાખ જેટલા સૈનિકો હતા અને તે વિશ્વના ઇતિહાસની સૌથી મોટી સ્વયંસેવી સેના હતી.

                                     

2. સહકાર કે વિરોધ - વિવાદ

બીજા વિશ્વ યુદ્ધમામ્ ભારતના પ્રવેશના મુદ્દે રાષ્ટ્રીય મહાસભા વિભાજીત હતી. ભારતના વાઈસરોયના નિર્ણયથી અમુક કોંગ્રેસીઓ નારાજ હતાં અને યુરોપમાં યુદ્ધ જન્ય પરિસ્થિતી અને બ્રિટેનની પોતાની સ્વતંત્રતા સામે તોળાઈ રહેલા ભય છતાં તેઓ અંગ્રેજોની વિરૂદ્ધ ઉગ્ર આંદોલન શરૂ કરવા ઈચ્છતા હતાં. ચક્રવર્તી રાજગોપાલાચારી જેવા લોકો એમ માનતા હતાં કે આવી આફતના સમયે અંગ્રેજોને મદદ કરવાથી અંગ્રેજ સરકાર યુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપી સત્કાર્યનો બદલો વાળશે. ભારતના અને મહાસભાના મુખ્ય નેતાઓ જેમ કે ગાંધીજી આદિ ભારતની યુદ્ધમાં સંડોવણીથી વિરુદ્ધ હતાં કેમકે અહિંસાના તેમના આદર્શથી તે વિપરીત હતી અને અંગ્રેજોના ભારતને સ્વતંત્રતા આપવાના ઈરાદા વિષે તેમને શંકા હતી. પરંતુ રાજગોપાલાચારી એ સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ અને જવાહરલાલ નહેરુના ટેકાથી ક્રીપ્સ સાથે વાટાઘાટો કરી અને એવો કરાર કર્યો કે જેના થકી ભારત ઈંગ્લેંડને પૂર્ણ ટેકો આપશે અને તેના બદલમાં અંગ્રેજ સરકારે ભારતને તુરંત સ્વરાજ્ય અને છેવટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી.

અખિલ ભારતીય મુસ્લીમ લીગે યુદ્ધને ટેકો આપ્યો અને મહાસભાનો વિરોધ કર્યો. તેમણે અલગ પાકિસ્તાનની માંગણી કરી અને સંપૂર્ણ ભારતના ટેકાનો અને તાત્કાલિક સ્વતંત્રતાની માંગણીનો વિરોધ કર્યો.

                                     

3. મિશનની નિષ્ફળતા

ભારત પહોંચીને ક્રીસ્પે ભારતીય નેતાઓ સાથે વાતચીત શરૂ કરી. ક્રીસ્પને ભારતીય રાષ્ટ્રવાદી નેતાઓને કયા વચન આપવા માટે સત્તા આપવામાં આવી હતી તેને વિષે વડા પ્રધાન ચર્ચિલ અને લિયો એમેરી રાજાના ભારત સંબંધી અધિકારી વચ્ચે સમજફેર હતો. વળી ભારતના વાઈસરોય લોર્ડ લીનલીથગોએ પણ તેમની સાથે અંટસ પડી હતી અને તેમણે હોબાળો મચાવ્યો હતો. તેમણે ભારતીય નેતાઓને યુદ્ધ પછી બ્રિટિશ રાષ્ટ્રકૂળ હેઠળ સંપૂર્ણ સ્વાતયતતા ડોમિનિયન રાષ્ટ્ર તરીકે માનયતા આપવાની વાત મૂકી. ખાનગી રીતે ક્રીપ્સે લીનલીટગોને હટાવવાની અને ભારતને તુરંત સ્વાયતતા આપવાની વાત આપી, જેમાં માત્ર સંરક્ષણ ખાતું અંગ્રેજો પાસે રહે એવી જોગવાઈ હતી. જોકે જાહેરમાં તેઓ વાઈસયરોયની કાર્યકારીણીમાં લોકોના પ્રતિનિધીઓની સંખ્યા વધરવા ઉપરાંત ભારતને ટૂંકા ગાળામાં સ્વરાજ્ય મળી શકશે તેવી કોઈ મક્કમ યોજનાની જાહેરાત ન કરી શક્યાં. ક્રીપ્સે પોતાનો મોટા ભાગનો સમય મહાસભાન નેતા અને જીણાને એક સામાન્ય મંચ પર આવીને અંગ્રેજ સરકાર અને યુદ્ધમાં સહકાર કરવાની વાત સમજાવવામાં ગાળ્યો.

આ પડાવ સુધી અંગ્રેજો અને મહાસભા વચ્ચે ભરોસો રહ્યો ન હતો.બંને પક્ષો માનતા હતાં કે સામો પક્ષ તેને છેતરે છે. મહાસભાએ ક્રીપ્સ સાથે વાટાઘાટો કરવાની બંધ કરી અને મોહનદાસ કરમચંદ ગાંધીની આગેવાનીમાં યુદ્ધ મદદને બદલે તુરંત પૂર્ણ સ્વતંત્રતાની માંગણી કરી. ગાંધીજી એ કહ્યું કે ક્રીપ્સની સ્વાયતતાની રજૂઆત એક ડૂબતી બેંકના આગલી તારીખના ચેક જેવી છે.

જ્યારે અંગ્રેજો તરફથી કોઈ પ્રતિસાદ ન મળ્યો ત્યારે ગાંધીજી અને મહાસભાએ એક મુખ્ય આંદોલન કરવાની તૈયારી કરી. આ આંદોલન હતું "ભારત છોડો આંદોલન" અંગ્રેજોએ તરત જ ભારત છોડીને ચાલ્યાં જવું એ આ આંદોલનની માંગ હતી. બર્મા જીતીને જાપાની સેના ભારત તરફ ધસી રહી હતી તેથી ભારતીયોને લાગ્યું કે બ્રિટિશ સત્તાની ભારત ભૂમિનું રક્ષણ કરવા સક્ષમ નથી. આ સાથે આ સમયે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેના કે આઝાદ હિંદ ફોજ નો ઉત્થાન થયો. ભારત છોડો આંદોલનને પરિણામે અંગ્રેજોએ મોટા ભાગન નેતાઓને કારાવાસમાં નાખી દીધાં

જીણાના મુસ્લિમ લીગે ભારત છોડો ચળવળ, સ્થાનીય નગર વ્યવસ્થાપકોની ચુંટણીમાં સહભાગ લેવની અને બ્રિટિશ રાજની સરકારમાં ભાગ લેવાની નિંદા કરી અને મુસ્લીમોને યુદ્ધમાં સહભાગ લેવાની પ્રેરણા આપી.મુસ્લીમ લિગના આવા મર્યાદિત સહકરને કારણે અંગ્રેજો ભારત પર પોતાની સત્તા જારી રાખી શક્યાં. જ્યાં સરકારી વ્યવસ્થાપન માટે ભારતીય નેતૃત્વ ન મળ્યું ત્યાં તેમણે પોતાના અધિકારીઓ અને સૈન્ય અધિકારીઓ વડે શાસન ચલાવ્યું. જો કે લાંબે ગાળા માટે વ્યવસ્થા શક્ય ન હતી.

ક્રીપ્સ મિશનના લાંબા ગાળાના પરિણામોની અસર નું મહત્વ માત્ર યુદ્ધ સમાપ્તિ પછી સમજાયું જ્યારે સૈન્ય ને પાછા પોતાના દેશ માં મોકલી દેવાયું હતું. ખુદ ચર્ચિલે તે વાત માની કે ક્રીપ્સની સ્વતંત્રતાની પેશક્શ થી હવે અંગ્રેજો પીછે હટ ન કરી શકે. પણ યુદ્ધના અંતે ચર્ચિલ સત્તા પરથી હટી ગયાં હતાં અને તેઓ માત્ર લેબર સરકાર દ્વારા ભારતને સ્વતંત્રતા આપવાની ઘટના ને જોતાં રહી ગયાં. મહાસભાએ ૧૯૪૫-૪૬માં થયેલાં સ્થાનીય ચુંટણીઓમાં ભાગ લીધો એ દર્શાવે છે કે અંગ્રેજો ભારત છોડીને જશે તે વિશે મહાસભાને કેટલી ખાત્રી હતી. આ મિશનની નબળી પૃષ્ઠભૂમી અને નબળા આયોજનને કારણે અનુલક્ષીને આપેલ વચનોને ચાલતા વિશ્વયુદ્ધનો હંગામી સત્તા કાળ પૂર્ણ થતા અંગેજોએ ભારત છોડવું જ પડ્યું.                                     

4. બાહ્ય કડીઓ

  • ક્રેપ્સ ભારતીય મિશન
  • ૮ ઓગસ્ટ ૧૯૪૦નો અંગ્રેજ સરકારનો ભારતીય સંવિધાન ની ઓક્ટોબરનો પ્રસ્તાવ
  • ૧૮ ઓક્ટોબર ૧૯૩૯નો અંગ્રેજ સરકારનો ભારતીય સંવિધાન ની ઓક્ટોબરનો પ્રસ્તાવ
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →